અમરેલી જિલ્લા સહિત સાવરકુંડલામાં પણ શ્રીકાર વર્ષાના કારણે ટાઢોડું છવાઈ ગયું છે. જેનો લાભ લઈ કેટલાક ઈસમો ચોરીને અંજામ આપવા સક્રિય બન્યા છે. સાવરકુંડલામાંથી પોલીસે અંધારામાં લપાતા છુપાતા બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.ભરતભાઇ છનાભાઇ ચાવડા (ઉ.વ.૪૨) તથા ધર્મેશનાથ રામનાથ પરમાર (ઉ.વ.૩૧) રાત્રીના અંધારામાં લપાતા છુપાતા ગુનો કરવાના ઈરાદે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના સમયગાળામાં ભટકતા મળી આવ્યા હતા.