અમરેલી જિલ્લામાં દેશી-વિદેશી દારૂના દુષણને નાથવા માટે પોલીસ કડક કામગીરી હાથ ધરે છે આમ છતાં બુટલેગરો પોલીસને અંધારામાં રાખી દેશી-વિદેશી દારૂનું વેચાણ કરતા નજરે પડે છે. પોલીસની કડક કાર્યવાહીને સાવરકુંડલામાંથી વિદેશી અને અમરેલી તાલુકાના સુળીયાટીંબા ગામેથી દેશી દારૂ ઝડપાયો હતો. અમરેલી તાલુકાના વરૂડી ગામે રહેતા પોપટ વિઠ્ઠલ ધોળકીયાના કબજામાંથી દેશી દારૂ બનાવવાનો આથો ૧૬૦ લીટર કિં.રૂ.૪૦૦૦ ઝડપાયો હતો તો સાવરકુંડલાના વજલપરામાં રહેતા ધીલેન દેવજી ગજેરાના કબજામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ ૬ કિં.રૂ.પ૧૦ ઝડપાઈ હતી.પોલીસે આ બંને શખ્સો પાસેથી દેશી-વિદેશી દારૂ કબજે લઈ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો હતો.