સાવરકુંડલાના શહેર વોર્ડ નં. ૩માં રસ્તાઓ બિસ્માર બની ગયા હતા આથી વિસ્તારનાં જાગૃત સ્વયંસેવકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. રજૂઆતને લઈ નગરપાલિકા દ્વારા જેસીબી ફાળવી રોડનું લેવલીંગ કરવામાં આવ્યુ હતું. અને વોર્ડ નંબર ૩ના જેસર રોડ ફાટક પાસે ગણપતિ ઉત્સવના તહેવાર ધ્યાનમાં લઈને રસ્તો રીપેર કરવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ઝડપી કામગીરી બદલ વિસ્તારના લોકોએ નગરપાલિકા તંત્રનો આભાર વ્યકત કર્યો હતો.