સાવરકુંડલાથી વીજપડીના માર્ગ પર મોટા મોટા ખાડા હોવાથી અકસ્માત થવાનું જોખમ રહે છે.
આ અંગે અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવામાં આવે ત્યારે એક-બે ખાડા બુરીને જતા રહેતા હોય છે. પરંતુ સાવરકુંડલાથી બાઢડા, રામગઢ, લુવારા, ગોરડકા, ખડસલી, વીજપડી સહિતના તમામ ગામના વાહનચાલકોને સાવરકુંડલા આવતા-જતા ખૂબ જ સમય થાય છે. આ દરમિયાન લોકોને આકસ્મિક અકસ્માત થવાનો અને વાહનની નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. હાલમાં પુલ અને નાળાનું કામ ચાલુ હોવાથી અને એક સાઇડ ખુલ્લી છે અને એક સાઈડ બંધ હોય છે.
એમાં પણ ખાડાઓ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. આવા રસ્તાના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આથી તાત્કાલિક અસરથી આ રસ્તાને રિપેર કરવા ઉગ્ર માગ ઉઠી છે.