સાવરકુંડલા શહેરને પ્રાથમિક સુવિધા વધુ મળી રહે તેવા ઉમદા હેતુથી કુંડલા વિભાગમાં અર્બન હેલ્થ સેન્ટર-૨નું લોકાર્પણ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હસ્તે કરવામાં આવ્યું હતું. આ અર્બન હેલ્થ સેન્ટર -૨માં ફ્રી મેડિસિન, ફ્રી લેબોરેટરી, આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, કેન્સર સહાય, ટીબી સહાય જેવી સુવિધાઓ મળી રહેશે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ વાઘેલા , રાજુભાઈ નાગ્રેચા, તાલુકા ભાજપ મહામંત્રી નીતિનભાઈ નગદીયા તથા ચેતનભાઇ માલાણી તથા નગરપાલિકાના ચેરમેન, સદસ્યો, શહેર ભાજપના હોદ્દેદારો, આર.કે.એસ સમિતિના સદસ્યો, મેડિકલ ટીમ ,તાલુકા ભાજપ તેમજ શહેર ભાજપના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં