સાવરકુંડલા વિધાનસભાના ભાજપ કાર્યકર્તાઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ખાસ હાજર રહ્યા હતા. દીવાળી પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યએ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કાર્યકર્તાઓને દેશના વિકાસમાં સહભાગી બનવા માટે પ્રેરણા આપી હતી. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓ પક્ષની સાચી ઓળખ હોય છે. તેમણે કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને વિકસાવવા માટે કામ કરવાનો આહ્‌વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયાએ પણ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કાર્યકર્તાઓને એકસૂત્ર થઈને કામ કરવા અને ભાજપને મજબૂત બનાવવા માટે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, લીલીયા તાલુકા ભાજપના પ્રમુખ ભનુભાઈ ડાભી, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, વડીલ દકુકાકા કસવાલા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, જિલ્લા ભાજપના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકા સદસ્યો, વિધાનસભાના સાવરકુંડલા શહેર, તાલુકા તેમજ લીલીયા તાલુકાના કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.