સાવરકુંડલામાં શ્રી લુહાર જ્ઞાતિ સમાજ વાડી ખાતે બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરનો ૯૪મો પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગે સવારે ૯ કલાકે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે ૧૦ઃ૩૦ કલાકે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. ધ્વજારોહણ બાદ શ્રી લક્ષ્મીનારાયણ દેવની આરતી ઉતારવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે, સવારે ૧૧ઃ૩૦ કલાકે સમસ્ત લુહાર પરિવાર માટે સમૂહ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજની પૂજન વિધિમાં મૂળજીભાઈ નારણભાઈ ડોડીયા પરિવારના મહેન્દ્રભાઈ અમૃતલાલ ડોડીયાના પુત્ર અને પુત્રવધૂ યશનાબેન બંટીભાઈ ડોડીયાએ પૂજન કર્યું હતું.