સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના જન્મદિવસની આજે તેમના ચાહકો અને સાવરકુંડલા ભાજપા પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મદિવસ નિમિત્તે જનસેવાને સમર્પિત વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના જન્મદિવસની ઉજવણી સેવાભાવ સાથે સિવિલ હોસ્પિટલ અને લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને કરવામાં આવી હતી. આ ઉપરાંત, માનવ મંદિર આશ્રમ ખાતે નિરાધાર બાળકો માટે ભોજન સેવા પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે શહેર તથા તાલુકા ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.