સાવરકુંડલા- લીલીયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ તા. ૩૦ જુલાઈના રોજ તેમના વિસ્તારમાં આવેલા ચાર મહત્વના ડેમ – શેલ દેદુમલ, સૂરજવડી, સુકનેરા અને ભેંસાણ ડેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ડેમ સાઈટ પર ચાલી રહેલા વિકાસકામોનું અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું. આ સાથે, શેલ દેદુમલ ડેમ સાઈટના નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.ધારાસભ્યએ સૌની યોજના દ્વારા આ ડેમોમાં નર્મદાના નીર નાખવાના કામનું સ્થળ પર જ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન, તેમણે અધિકારીઓ સાથે પાણીના સંગ્રહ, વિતરણ, સિંચાઈ અને રિચાર્જ અંગેની માહિતી મેળવી હતી અને તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાને લઈ યોગ્ય સૂચનાઓ આપી હતી.









































