સાવરકુંડલા માર્કેટયાર્ડમાં આજે સિઝનના નવા ઘઉંની આવક થઇ હતી. ગાધકડા ગામના ખેડૂત ભરતભાઇ બાલુભાઇ સાવલીયા
મે.વૃજલાલ પોપટલાલ એન્ડ કું. ના કમીશનમાં ઘઉં વેચવા માટે આવેલ. આજથી સિઝનના નવા ઘઉંની આવકનો પ્રારંભ થતો હોવાથી યાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણીએ પૂજન કરીને ખેડૂતો અને વેપારીઓનું મોં મીઠુ કરાવીને હરરાજીની શરૂઆત કરાવી હતી. વેપારીઓ, યાર્ડના સ્ટાફગણ અને ડીરેકટરોની ઉપસ્થિતિમાં બોલીઓ બોલવામાં આવતા વેપારી પેઢી શાંતિલાલ સોમજીભાઇ અંબાણી દ્વારા રૂ.૯૦૨/- ની ઉંચી બોલી બોલીને ઘઉંની ખરીદી કરેલ. જેથી મુહૂર્તના સારા ભાવ બોલાતા ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી હતી.