સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ દ્વારા વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને ૧૭૦ ધાબળાનું દાન આપવામાં આવ્યું છે. માનવ મંદિરના સેવક અને ન્યૂજર્સી, અમેરિકા રહેતા કિશોરભાઈ પટેલ તથા ભક્તિરામબાપુના સુપુત્ર રાઘવબાપુના વરદ હસ્તે આ કંબલ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડા. પ્રકાશ કટારીયાને અર્પણ કરવામાં આવ્યા હતા.