સાવરકુંડલા-મહુવા બાયપાસ રોડ પર આવેલી વાડીએ ખેડૂત તેનું બાઈક લઈને ગયો હતો. બાઈક તેણે ઝાંપા પાસે પાર્ક કર્યું હતું. ત્યાંથી પરત આવીને જોયું તો બાઇક નહોતું. બનાવ અંગે ગોકળભાઈ હરજીભાઈ પાંચાણીએ સંજયભાઈ કાળુભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ બે દિવસ પહેલા સાંજે બાઇક લઇને વાડીએ ગયા હતા અને વાડીના ઝાંપાની બહાર પાર્ક કર્યુંં હતું. વાડીમાં કામ પતાવીને પરત આવતાં બાઇક જોવા મળ્યું નહોતું. પોલીસ ચોપડે બાઇકની કિમત રૂ. ૧૫,૦૦૦ જાહેર થઈ હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.