સાવરકુંડલા મહુવા નેશનલ હાઈવે પર આડેધડ વાહનો પાર્ક કરાતા હોવાની રાવ ઉઠી રહી છે. સાવરકુંડલાના મહુવા હાઈવે રોડ ઉપર જ વાહનો પાર્ક કરીને લોકો ચા, પાણી અને નાસ્તો કરવા જતા રહે છે. હાલ ચોમાસાનો સમય હોય ચાલુ વરસાદમાં વાહનચાલકની વિઝીબિલીટી ઓછી હોય છે જેથી રોડ પર પાર્ક કરેલ વાહન ન દેખાતા અકસ્માત સર્જાવાની પૂરી સંભાવના રહેલી છે. ત્યારે ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી બેફામ પાર્ક કરાતા વાહનો કોઈનું જીવન જાખમમાં મુકતા હોય છે. અકસ્માત બાદ કાર્યવાહીનો શો અર્થ ? ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારવા કરતા અગમચેતી અને તકેદારી રાખવામાં આવે તો કોઈ નિર્દોષ જિંદગીનો ભોગ ના લેવાય તે ઈચ્છનીય છે.