સાવરકુંડલા બ્રહ્મ સમાજે દેશના ધનવંત અને દેશભક્ત ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી ત્યારાબદ તેની સ્મૃતાંજલિ માટે ભવ્ય રકતદાનનું આયોજન કર્યુ હતુ. આ કેમ્પમાં ઈÂન્ડયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ દ્વારા સંપૂર્ણ સંચાલન કરવામાં આવ્યું હતુ. તેમજ સાથે તમામ બંધુઓ દ્વારા પાંચ મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપર્ણ કરી હતી. ઉપરાંત બ્રહ્મસેનાના સભ્યો અને બ્રહ્મબંધુઓએ મોટી સંખ્યામાં સ્વૈચ્છાએ રકતદાન કરીને માનવતાની સેવા કરવામાં પોતાનું યોગદાન આપ્યુ હતુ.