સાવરકુંડલા, તા. ૨૬
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રી વી.ડી. કાણકિયા કોલેજના એનએસએસ વિભાગ દ્વારા સાવરકુંડલા બસ સ્ટેશન ખાતે વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી ચાલનારા પખવાડિયાની ઉજવણીનો એક ભાગ છે. શ્રી વી.ડી. કાણકિયા આટ્‌ર્સ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ અને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ, સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ‘સ્વચ્છતા’ વિષય પર ૧૪ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ ચિત્રો દોર્યા હતા. કાર્યક્રમમાં ડેપો મેનેજર વી.એચ. નથવાણી, સ્ટેન્ડ ઇન્ચાર્જ પુનિત જોષી, જે.એ. ટ્રાફિક હર્ષદ ભટ્ટ, સિક્યુરિટી ઇન્ચાર્જ વિશ્વાસ દવે અને પંકજ મારુ હાજર રહ્યા હતા.