સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિર આશ્રમમાં પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં હાલમાં ૬૦ જેટલી મનોરોગી મહિલાઓ પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. જે પૈકી ૩૭ જેટલી બહેનોને દ્વારકા દર્શનની તક આપવામાં આવી હતી. આ બહેનોને રાજકોટના કિરીટભાઈ અને તેના પરિવારે દ્વારકા, નાગેશ્વર બેટ દ્વારકાનો પ્રવાસ કરાવ્યો હતો. આશ્રમમાંથી અત્યાર સુધીમાં ૯૭ જેટલી મનોરોગી બહેનાનું સાજી થઈ પોતાના પરિવાર સાથે પુનઃમિલન થયું છે. આશ્રમમાં ભારતના તમામ રાજ્યોની મનોરોગી બહેનો હાલમાં સારવાર લઈ રહી છે.