સા.કુંડલા નગરપાલિકાના માર્ગો સુંદર અને રળિયામણા બનાવવા ધારાસભ્ય મહેશ કસવાલાએ ૪.૫ કરોડના ખર્ચે ભૂમિપૂજન કર્યું હતું. સાવરકુંડલા નગરપાલિકામાં આઉટડોર રોડ રસ્તાઓ માટે અગાઉ કરોડો રૂપિયાના ભૂમિપૂજન કર્યા બાદ ફરી સાવરકુંડલા શહેરના વોર્ડવાઇઝ રોડ રસ્તાઓ, પેવિંગ બ્લોક રોડ અને ફૂટપાથ સાથે સ્ટ્રીટ લાઇટથી અંધારા ઉલેચવાના લક્ષ સાથે અક્ષર પુરુષોત્તમ મંદિર ખાતે સાડા ૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત-ભૂમિપૂજન ધારાસભ્ય કસવાલાએ પાલિકાના સત્તાધીશો અને સંગઠનના મોભીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કર્યું હતું. જ્યારે આ કામચલાઉ માર્ગ ચાલુ થવાથી ચલાલા, ધારી, બગસરા, હાથસણી, કાનાતળાવ જવાનો માર્ગ સાથે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે આશરે ૩ થી ૪ કિલોમીટરનું અંતર ઘટી જશે.