સાવરકુંડલામાં પ્રાકૃતિક ઊર્જા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે, શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ (પાંજરાપોળ), નેસડી રોડ, સાવરકુંડલા ખાતે બાયોગેસ પ્લાન્ટ અને ધન જીવામૃત બનાવવાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન યોજવામાં આવ્યું છે. આ ભૂમિપૂજન કાર્યક્રમ તા. ૧૫/૧૧ ને શનિવારના રોજ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના હસ્તે રાખવામાં આવેલ છે. આ પ્રોજેક્ટનું આયોજન ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA), ગાંધીનગર તેમજ ગુજરાત બાયોએનર્જી ફર્ટિલાઇઝરનાં સહકારથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા પણ હાજર રહેશે. અતિથિ વિશેષ અને અધિકારીગણની વિશેષ ઉપસ્થિતિ સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો પધારે તેવી શ્રી કૃષ્ણ ગૌશાળા પરિવાર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.