સાવરકુંડલમાં નેસરી રોડ પર ભાર રિક્ષાએ ટુવ્હીલને ટક્કર મારી હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે નેસડી ગામે રહેતા અને હીરાકામ કરતાં કેતનભાઈ અશોકભાઈ સોલંકી (ઉ.વ.૨૩)એ ભાર રિક્ષા જીજે-૧૪-વાય-૦૪૬૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ નેસડીથી સાવરકુંડલા કામે જવા નીકળ્યા હતા આ દરમિયાન ભાર રિક્ષા ચાલક તેમને તથા તેના ભાઈને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.








































