નાયબ કલેકટર ડી.એન. ભાલરા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પ્રિમોન્સૂન કામગીરીની મિટિંગમાં તાલુકા પંચાયત, નગરપાલિકા, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, આર એન્ડ બી તેમજ તમામ સંબંધીત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે પ્રિમોન્સૂન કામગીરીની યોજાયેલી બેઠકમાં નાયબ કલેક્ટર તરફથી મહત્વની સૂચનાઓ આપવામાં આવી હતી. લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટે જરૂરી કામગીરી અને જરૂરી સૂચના બોર્ડ આપવાની અને લખવાની પણ સૂચનાઓ આપવામાં આવી ખાસ કરીને શહેરી વિસ્તારમાં જ્યાં પાણીનો ભરાવો થાય છે, જ્યાં કચરાના ઢગલાઓ છે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પાલિકા તંત્રને જણાવવામાં આવ્યું તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આંતરિક રસ્તાઓ તેમજ નાળા પુલિયાઓ તૂટી ગયા હોય અને લોકોને પસાર થવું જોખમી હોય ત્યાં યોગ્ય પહેરો ગોઠવવા પોલીસ વિભાગને સૂચનાઓ આપી હતી. આમ સમગ્ર સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તાર તેમજ લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મકાનો બાબતેની પણ સૂચનાઓ આપવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અત્રેની કચેરીએ રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું તેમજ કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે.