સાવરકુંડલાની નદી બજારમાં ટ્રાફિકજામ થવાના કારણે ગંભીર હાલતમાં રહેલા દર્દીને હોસ્પિટલે લઇ જઇ રહેલી એમ્બ્યુલન્સ ૧પ મિનિટ સુધી અટવાઇ જતા દર્દીનો જીવ જાખમમાં મુકાતા તંત્ર સામે રોષની લાગણી પ્રસરી જવા પામી હતી. આ રોડ પર લોકો વાહનો આડેધડ પાર્ક કરતા હોય તેમજ ટ્રકો તથા કન્ટેનરો, બસોની સતત અવરજવર રહેતી હોય, ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે. ત્યારે પોલીસ દ્વારા લોકો યોગ્ય સ્થળે અને વ્યવસ્થિત રીતે પોતાના વાહનો પાર્ક કરે તે અંગે કાર્યવાહી કરવામાં આવે અને આડેધડ પાર્ક કરવામાં આવેલ વાહનો ડિટેઇન કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.