સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા, સફાઈ, વીજળી, પાણી, ગટરની સફાઈ જેવી જાહેર સમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં મોદી હાઇસ્કૂલની સામે ડિમોલીશન પછી ભાંગેલા ઓટા, ઈંટો અને પથ્થરોનો કચરો પડેલ. આ વિસ્તારમાં રહેતા લોકો અને દુકાનદારોની વિનંતી ધ્યાને લઈ સામાજિક કાર્યકર અને સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી લલીતભાઈ મારૂએ નગરપાલિકાના ચીફ ઓફિસર બોરડને સ્થળ પરના ફોટો મોકલીને આ કચરો દૂર કરવાની વિનંતી કરી હતી. જેના પરિણામ સ્વરૂપ બીજા દિવસે નગરપાલિકા દ્વારા જેસીબી અને ટ્રેક્ટર સાથે લાવી આ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.