સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સાયકલ રેલી, સ્વચ્છતા શપથ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, પદાધિકારીઓ, મહાનુભાવો, નાગરિકો, સફાઇ કર્મીઓ સહિતના જોડાયા હતા. સાવરકુંડલા શહેરના રેલવે સ્ટેશન, મુખ્ય બજાર, સર્કલ, વાલ્મીકિ વાસ, મારુતિ નગર, પેટ્રોલ પંપ સામેનો વિસ્તાર, અમરેલી-સાવરકુંડલા હાઇ-વે વિસ્તાર, મણિભાઇ ચોક સહિતના વિસ્તારોમાં સઘન સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં શહેરીજનો પણ જાડાયા હતા.