ગુજરાત સરકારના “શહેરી વિકાસ વર્ષ” અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા ડિઝાસ્ટર મેનેજમેન્ટની સઘન તાલીમ યોજાઈ હતી. પ્રાદેશિક કમિશનરની સૂચનાથી યોજાયેલા આ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. અમરેલી જિલ્લા ફાયર ઓફિસર હરેશભાઈ સત્યાજા અને ટીમે આગ તથા કુદરતી આપત્તિ સમયે સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. ૧૦૮ સુપરવાઈઝર નકવી અને ટીમે મેડિકલ ઈમરજન્સીની સુવિધાઓ સમજાવી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના મેહુલભાઈ વ્યાસે પ્રાથમિક સારવારનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતીકભાઈ નાકરાણી અને ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી હાજર રહ્યા હતા. તાલીમનો હેતુ કર્મચારીઓને આપત્તિ સમયે અસરકારક કામગીરી માટે સજ્જ કરવાનો હતો.