પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ-ભાવનગર દ્વારા સાવરકુંડલાનાં ચીફ ઓફિસરને છૂટા કરવાનો આદેશ કરાયો હતો. સાવરકુંડલા નગરપાલિકા ખાતે કરાર આધારિત ચીફ ઓફિસર તરીકે હસમુખ બોરડ સેવા બજાવી રહ્યા હતા. સાવરકુંડલા સાથે દામનગર નગરપાલિકાનો ચાર્જ પણ ચીફ ઓફિસર હસમુખ બોરડ સંભાળતા હતાં. હસમુખ બોરડને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવતાં પાલિકાના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી છે. હાલ તુરંત જાફરાબાદ પાલિકાના ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામીને સાવરકુંડલા નગરપાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.










































