સાવરકુંડલા શહેરની મધ્યમાં ઝીંઝુડા ગેઈટ ખાતે આવેલ સુપ્રસિધ્ધ દાનબાપુની જગ્યા ખાતે આવેલ પરમ પૂજ્ય દાનબાપુના મંદિર ખાતે બાપલુબાપુ અને દાનેવ સેવા સમિતિ તેમજ સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પરમ પૂજય દાનબાપુનો થાળ મહા વદ અમાસના દિવસે રાખવામાં આવ્યો હતો. દાનેવધામ ચલાલાના મહંત પૂજ્ય વલકુબાપુ, સૂરજદેવળ જગ્યાના મહંત ધર્મભૂષણ શાંતિદાસબાપુ, તુલસીશ્યામ મંદિરના ટ્રસ્ટીઓ વગેરે દેહાણની જગ્યાઓના સંતો મહંતો આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા