સાવરકુંડલા તાલુકા સમસ્ત નાથજી સાધુ સમાજ સેવા ટ્રસ્ટે ગિરનાર પર્વત પર ગુરૂ ગૌરક્ષનાથજીની મૂર્તિ ખંડિત કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ટ્રસ્ટે જણાવ્યું કે, આ કૃત્ય માત્ર મૂર્તિનો ભંગ નથી, પરંતુ સનાતન ધર્મના અનુયાયીઓની આસ્થા પર ઘાતક પ્રહાર છે. પોલીસે આ મામલે આરોપીઓને ઝડપી લીધા છે, ત્યારે તેમને સખત સજા થાય તેવી માંગ કરાઇ છે.









































