સાવરકુંડલા તાલુકાના ડેડકડા હનુમાન આશ્રમ ખાતે તાલુકા ભાજપ અને જમીન વિકાસ બેંકના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો હતો. એપીએમસી સાવરકુંડલા અને તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર ધીરૂભાઈ વોરા અને એપીએમસી સાવરકુંડલાના ચેરમેન દિપકભાઈ માલાણીના યજમાન પદે યોજાયેલ સન્માન સમારોહમાં તાજેતરમાં નિયુક્ત થયેલા સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, મહામંત્રી નીતિનભાઈ નગદીયા અને ચેતનભાઈ માલાણી તથા સાવરકુંડલા તાલુકા જમીન વિકાસ બેંક સમિતિમાં ચૂંટાઈ આવેલ ચેરમેન રાઘવભાઈ સાવલીયા અને હોદ્દેદારોનું સન્માન કરાયું હતું. આ તકે શરદભાઈ ગોદાની, રાણાભાઈ રાદડીયા, લલીતભાઈ બાળધા, મનજીબાપા તળાવીયા, જસુભાઈ ખુમાણ, દુર્લભભાઈ કોઠીયા સહિત નવનિયુક્ત હોદ્દેદારો ઉપરાંત જિલ્લા પંચાયત અમરેલીના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.