સાવરકુંડલા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્ને ઈન્ચાર્જ તાલુકા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.  પડતર પ્રશ્નો જેવા કે પેન્શન યોજના ફરી શરૂ કરવી, સાતમા પગાર પંચ મુજબ અન્ય ભથ્થા સહિતના પ્રશ્નો માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. આ તકે, ક્રિપાલસિંહ જાડેજા, અલ્પેશસિંહ જાડેજા, ગુલઝારભાઈ રાઠોડ, પે-સેન્ટરના આચાર્યો અને તાલુકા પ્રા.શિક્ષક સંઘના કારોબારી સભ્યો ઉપસ્થિતિ રહ્યાં હતા.