સાવરકુંડલા તાલુકા પેન્શનર મંડળની ૪૨મી વાર્ષિક સાધારણ સભા આગામી તારીખ ૧૯/૦૫ને રવિવારે મહુવા રોડ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકોનું બહુમાન અને ૨૦૨૩ થી ૨૦૨૪નાં હિસાબો તથા અહેવાલ રજૂ કરવામાં આવશે. તાલુકા પેન્શનર મંડળનાં પ્રમુખ અરૂણભાઈ દેવમુરારી, સહમંત્રી વેલજીભાઈ વેગડા, મહામંત્રી રમેશભાઈ એલ. રાવિયા અને ખજાનચી રતિલાલ યાજ્ઞિક દ્વારા એજન્ડા અને તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે જેમાં સાવરકુંડલા શહેર અને તાલુકામાં રહેતા નિવૃત્ત પેન્શનર ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.