સાવરકુંડલાના હાથસણી ગામે એક યુવકે બીમારીથી કંટાળી ગળાફાંસો ખાતા મરણ પામ્યો હતો. બનાવ અંગે રમેશભાઈ કરશનભાઈ પડસુંડા (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, મહેશભાઈ કરશનભાઈ પડસુંડા (ઉ.વ.૩૪)એ બીમારીથી કંટાળી પોતાના ઘરે રૂમમાં જાતે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા મરણ પામ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એ. બગડા વધુ તપાસ કરી રહ્યા છે. લાઠીના મેથલી ધાર ગામ પાસે રહેતા વિશાલભાઈ અશોકભાઈ નાયક ઉંદર મારવાની દવા પી જતા મરણ પામ્યા હતા. બગસરામાં રહેતી એક સગીરાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાતા મરણ પામી હોવાનું તેના પિતાએ પોલીસમાં જાહેર કર્યું હતું. સગીરાએ ગળાફાંસો ખાધો હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.જી. મયા વધુ તપાસ કરી રહ્યા છે.








































