સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામે એક પરપ્રાંતિય યુવક અને યુવતીએ વિવિધ કારણોસર જીવન ટૂંકાવ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના ભાભરા તાલુકાના માયાવત ગામના અને હાલ રમેશભાઈ ચોડવડીયાની વાડીએ રહી મજૂરી કરતાં હેમતીબેન કેસરભાઈ વસુનીયા (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી હિરબાઈ કેસરભાઈ વસુનીયાને કામકાજ બાબતે ઠપકો આપતાં માઠું લાગી આવ્યું હતું અને પોતાની મેળે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મરણ પામી હતી. અન્ય બનાવમાં મૂળ મધ્યપ્રદેશના ભાભરા તાલુકાના કીલાણા ગામના અને હાલ સીમરણ ગામે બાબુભાઈ ભોળાભાઈ લીંબાસીયાની વાડીએ રહી મજૂરી કરતાં મહેતાબભાઈ નિહાલસિંગ વાસુનીયા (ઉ.વ.૨૧)એ જાહેર કર્યા મુજબ, તેમણે તેના ભાઈ ઉસ્તાતભાઈ નિહાલસિંહ વાસુનિયા (ઉ.વ.૧૮)ને વતનમાં જવાની ના પાડતાં લાગી આવ્યું હતું અને લીમડાના ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય.એસ. વનરા વધુ તપાસ કરી રહ્યા છે.