સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામે સતત ત્રણ દિવસના વરસાદથી તીરથગીરી ઈશ્વરગીરી ગોસાઈના રહેણાંકની દિવાલ અને નળીયાવાળી છત ધરાશાયી થઈ હતી. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બુધવારે સાડા નવ કલાકે બનેલી આ ઘટના બાદ આસપાસના રહીશો દોડી આવ્યા હતા. વરસાદને કારણે ગોસાઈ પરિવારે રાત બહાર વિતાવવી પડી હતી. સતત વરસતા વરસાદને કારણે કાચા મકાનો ધરાવતા રહીશોના જીવ પડીકે બંધાયા છે. દિવાલ ધરાશાયી થતા કોઈ જાનહાનિ ન થતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો છે.





































