સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આંખની તપાસ અને સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જાગૃતભાઈ ચૌહાણ, ઓપ્ટોમેટ્રિસ્ટ હાર્દિકભાઈ પટેલ, મેડિકલ ઓફિસર ડો. જયદીપ કિકાણી, પ્રકાશભાઈ હેલૈયા અને આશા બહેનોએ સેવા આપી હતી.
કેમ્પમાં આવેલા તમામ લોકોની આંખની તપાસ કરવામાં આવી હતી અને મોતિયાના દર્દીઓને આગળની સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આ કેમ્પનો બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.










































