સાવરકુંડલા તાલુકાના પીએચસી-આંબરડીના અંધશાળા-થોરડી ખાતે ૧૬/૧૦/૨૦૨૫ના રોજ દ્ગઁઝ્રમ્ અંતર્ગત અગાઉ સ્ક્રીનીંગ કરેલ ૪૦થી વધુ ઉંમરના અંદાજીત ૪૫ જેટલા દર્દીઓની આંખના તજજ્ઞ દ્વારા આંખના વિવિધ રોગો મોતિયો/વેલ/નંબરની તપાસ કરવામાં આવેલ. આ ઉપરાંત દ્ગઝ્રડ્ઢ સ્ક્રીનીંગ જેમાં બીપી/ડાયાબીટીસ તપાસ કરવામાં આવેલ. આ કેમ્પમાં અંબુજા ફાઉન્ડેશન-ખાંભાના પ્રોગ્રામ ઓફિસર હિતેશભાઈ મકવાણા તથા અંધશાળા-થોરડીના સંચાલક કાંતિદાદાએ પુરતો સહકાર આપેલ. આંખના ઓપરેશન લાયક દર્દીઓને હવે પછી પુરતું ફોલોઅપ લઈ જરૂર જણાયે અમરેલી, ભાવનગર કે અમદાવાદ ખાતે જરૂરી ઓપરેશન NPCB પ્રોગ્રામ અંતર્ગત નિઃશુલ્ક કરી આપવામાં આવશે.








































