સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામે પીજીવીસીએલની બેદરકારીને કારણે બે ભેંસનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. વીજ પાવર શરૂ હતો અને વીજતાર તૂટી ગયેલો હોય, વીજ પાવર કટ ન કરતા બે ભેંસને વીજ કરંટ લાગ્યો હતો. તૂટેલા તારને કારણે બે ભેંસના મોત નિપજ્યા હતા. હિપાભાઈ રબારી નામના પશુપાલકની બે લાખની કિંમતની બંને ભેંસના મોત થતાં હાલ તો પશુપાલકની રોજીરોટી છીનવાઈ ગઈ છે.