સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં BSNL દ્વારા ટાવરો ઊભા કરવામાં આવ્યા હોવા છતાં ગ્રામજનોને તેનો લાભ મળી રહ્યો નથી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં BSNLનું કવરેજ વધારવા માટે પ્રચંડ લોકમાંગ ઉઠવા પામી છે. ગ્રામજનોની ફરિયાદ છે કે, ઊભા કરાયેલા ટાવરો શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે, જ્યાં નેટ કનેક્ટિવિટી વારંવાર જતી રહે છે અને મોબાઇલ ટાવર આવતો નથી. આના પરિણામે ગ્રામ્ય વિસ્તારોના લોકોને ખાનગી કંપનીઓનો સહારો લેવા માટે મજબૂર થવું પડે છે. વધુમાં, અમુક જગ્યાએ સરકારી ઓફિસોમાં પણ નબળી નેટ કનેક્ટિવિટીના કારણે કામગીરી યોગ્ય રીતે થતી નથી. તંત્રની બેદરકારીના કારણે તાલુકામાં લેન્ડલાઈન કનેક્શનો પણ ભાગ્યે જ જોવા મળે છે અને મોટાભાગના બંધ હાલતમાં છે. ગ્રામજનોની માગણી છે કે, જ્યાં ટાવરો ઉપલબ્ધ છે ત્યાં પણ મ્જીદ્ગન્ની સેવાઓ બરોબર ઉપલબ્ધ થાય અને સમગ્ર તાલુકામાં કવરેજ વધારવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.