ચાલુ વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદવા માટે ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શનમાં સાવરકુંડલા માર્કેટયાર્ડમાં બે કેન્દ્રો મંજૂર થયેલ હતા.
આ કેન્દ્રો પરથી મગીફળી ખરીદવાનો પ્રારંભ ધારાસભ્ય મહેશભાઇ કાસવાલાની ઉપસ્થિતિમાં તા. ૦૯-૧૧-૨૦૨૫ના રોજ થયેલ. એ પછી ટેકાના ભાવથી મગફળી, મગ, અડદ, ચણા, તુવેર, સોયાબિન વિ. ખરીદવાની નીતિ મુજબ સતત ૭૦ દિવસ સુધી યાર્ડના બંને કેન્દ્રો પરથી ટેકાના ભાવથી મગફળી ખરીદવાનું શરૂ રહેતા સાવરકુંડલા તાલુકામાંથી આઠ હજારથી વધારે ખેડૂતોની સવા પાંચ લાખ ગુણી મગફળીની ખરીદી કરવામાં આવેલ છે. જેની કિંમત અંદાજે એકસો બત્રીસ કરોડ થાય છે અને નવી સિસ્ટમ મુજબ આ વખતે ડાયરેકટ નાફેડ મારફત પેમેન્ટથી મોટાભાગના ખેડૂતોને મગફળી વેચાણના નાણાં પણ સમયસર મળી ગયા છે. સરકારની આવી ખેડૂતલક્ષી ઉદાર નીતિને સાવરકુંડલા તાલુકાના ખેડૂત અગ્રણીઓ દીપકભાઈ માલાણી-ચેરમેન માર્કેટ યાર્ડ અને તાલુકા સંઘ સાવરકુંડલા, જીતુભાઈ કાછડીયા- પ્રમુખ તાલુકા પંચાયત, મહેશભાઇ લખાણી- વા. ચેરમેન માર્કેટ યાર્ડ, દેવાતભાઈ બલદાણિયા-સિનિયર ડાયરેક્ટર માર્કેટયાર્ડ અને પૂર્વ પ્રમુખ આહીર સમાજ, જસુભાઈ ખુમાણ- સિનિયર ડાયરેક્ટર માર્કેટયાર્ડ અને અગ્રણી, રાઘવભાઈ સાવલિયા- ચેરમેન ખેતી બેન્ક સાવરકુંડલા સમિતિ અને પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત, લાલભાઇ મોર- વા.ચેરમેન સા.કુંડલા તાલુકા એફ.પી.ઓ વગેરેએ આવકારેલ છે.