સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે બની રહેલા એક મંદિરનું તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે બની રહેલા એક મંદિરનુ તંત્રએ ડિમોલેશન હાથ ધર્યુ હતુ. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ મંદિર બાબતે મહેસુલ વિભાગમાં કેસ પણ ચાલી રહ્યો છે. જા કે આ કેસ ચાલતો હોવા છતાં તંત્ર દ્વારા મંદિરનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. મંદિરના ડિમોલેશનથી હિન્દુઓની લાગણી દુભાઈ છે. તંત્ર દ્વારા મંદિરનું ડિમોલેશન કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.