સાવરકુંડલા જૈન વિદ્યાર્થી ગ્રુહમાં વિદ્યાર્થીની સંખ્યા વધે તે હેતુથી મુંબઈ કમિટી અને સ્થાનિક કમિટી દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુદાજુદા શહેરોમાંથી કુલ ૩૭ બાળકો અને ૫૦ જેટલા વાલીઓ સ્થાનિક સમિતિના સભ્ય પ્રદિપભાઈ દોશી, જૈન સમાજના અગ્રણીઓ સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. ત્રિદિવસીય આ કાર્યક્રમમાં મુંબઈના મોટીવેશનલ સ્પીકર સમીરભાઈ વખારીયા અને ભાવનગરના ભરતભાઈ વાઘેલાની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેશનલ સ્પીચ અને વીડિયોઝ દ્વારા આશ્રમ જીવનની પ્રણાલી મુજબની જૈન શાસનના નિયમોને અનુસરતી અને તદ્દન નિઃશુલ્ક ધોરણે ચાલતી આ જૈન સંસ્થા વિશે માહિતી આપી હતી.