આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ધારી તાલુકાના ચલાલા કન્યા કેળવણી ધામ એમ.કે.સી.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પાલિકા પ્રમુખ ગીતાબેન કારિયાની ઉપસ્થિતિમાં ગ્રાહક જાગૃતિ અભિયાન
નિમિતે સેમિનાર યોજાયો હતો. જેમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષાનાં પ્રમુખ રમેશભાઈ હિરાણી, બિપીનભાઈ પાંધી, હર્ષદભાઈ જોષીએ શાળાની વિદ્યાર્થિનીઓને આજનાં ડિજિટલ હાઈટેક યુગમાં સાયબર ફ્રોડથી બચવા કેવી સાવધાની રાખવી જાઈએ તેની સવિસ્તાર સમજ આપી પેમ્પેલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના આચાર્યા મુમતાઝબેન સહિત તમામ સ્ટાફગણે આ સેમિનારને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.