સાવરકુંડલા તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. રાજ્ય સરકારની સૂચના બાદ નુકસાનીનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. તાલુકાના ૬૧ ગામોમાં ૩૨ ખેતીવાડી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજે ૧૧,૦૦૦ હેક્ટર વિસ્તારમાં થયેલા વાવેતરમાં ડુંગળી, તલ, બાજરી, મગ અને કેળા જેવા પાકને નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન ડુંગળી અને કેરીના પાકમાં નોંધાયું છે.