સાવરકુંડલા અને લીલીયા મતક્ષેત્રના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ૧૬.૮૫ કરોડ રૂપિયાની રકમ વિવિધ ગ્રામીણ રસ્તાઓની સુધારણા માટે મંજૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળ સાત મુખ્ય પ્રોજેક્ટ્‌સને મંજૂરી આપવામાં આવી છે જેમાં વીજપડીથી વીજપડી રેલ્વે સ્ટેશન (૫ કિ.મી.) – ૨.૭૫ કરોડ, રામગઢ-ગાધકડા-લીખાળા રોડ (૯.૬૦ કિ.મી.) – ૫.૩૦ કરોડ, અભરામપરા-કૃષ્ણગઢ રોડ (૩.૪૦ કિ.મી.) – ૧.૩૦ કરોડ, વિરડીથી નાળ રોડ (૩.૫૦ કિ.મી.) – ૧.૫૦ કરોડ, મોટા ભમોદ્રા-નાળ-રબારીકા (૭ કિ.મી.) – ૨.૮૦ કરોડ, કાત્રોડી-હિપાવડલી (૨.૫૦ કિ.મી.) – ૮૦ લાખ, જેસરના ઘોબાથી ઠાસા (૪.૧૦ કિ.મી.) – ૨.૪૦ કરોડનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્‌સથી સાવરકુંડલા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે, જે ખેડૂતો અને માલધારીઓને લાભ આપશે.