સાવરકુંડલા ખાતે શહેર કોંગ્રેસ સમિતિના સિનિયર કાર્યકરોની મિટિંગ મળી હતી. તેમાં કોંગ્રેસને સંગઠિત બનાવવા અને શહેરરીજનોના પ્રશ્નોને વાચા આપવા પૂર્વ સાંસદ નવીનચંદ્ર રવાણીના નિવાસ સ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ મંત્રી ચંદ્રેશભાઈ રવાણીની આગેવાની તળે મિટિંગ મળી હતી. જેમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિનું સંગઠન મજબૂત બનાવવા તેમજ નાના વેપારીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવા મદદરૂપ બનવા તેમજ સાવરકુંડલા શહેરના તમામ નવ વોર્ડના મતદારોના પ્રશ્નો હલ કરાવવા, લોક ઉપયોગી કામગીરી કરવા, ડોર ટુ ડોર સંપર્ક સાધવા મિટિંગ મળી હતી.







































