સાવરકુંડલા ખાતે રેડક્રોસ સોસાયટી અને લાયન્સ ક્લબના સહયોગથી નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ર૯૦ દર્દીઓએ આંખનું ચેકઅપ કરાવ્યું હતું. જે પૈકી ૩૩ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે લઇ જવામાં આવ્યા હતા. કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબના તમામ સભ્યો તથા રેડક્રોસ સોસાયટીની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.