સાવરકુંડલા ખાતે આવેલ દાનબાપુની જગ્યામાં ભવ્ય હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક સ્થળે દરરોજ જુદા જુદા અદ્ભુત શણગાર સાથે ભક્તોને દર્શનનો લાભ મળી રહ્યો છે. હિંડોળાના દર્શનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનવા પામ્યું છે. હિંડોળાના દર્શનનો સમય બપોરે ચાર વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીનો રાખેલ છે જેથી આ સમય દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે. હિંડોળાના દર્શનનો ભક્તો મોટી સંખ્યામાં લાભ લે તેવું દાનબાપુની જગ્યા દ્વારા નિમંત્રણ પઠાવવામાં આવ્યું છે.








































