૧૭ જાન્યુઆરીના રોજ નિયામક-આયુષની કચેરી, ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારી-અમરેલીના માર્ગદર્શન અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડો. હેડગેવાર સમિતિનાં સહયોગથી ઉતાવળા હનુમાન મંદિર, સાવરકુંડલા ખાતે સ.આ.દ. ઘોબા દ્વારા સર્વરોગ આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં સારવાર સાથે હાજર તમામ લોકોને દિનચર્યા તથા ઋતુચર્યાનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પની સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ શુભેચ્છા મુલાકાત લઈ સાવરકુંડલા તાલુકા તથા શહેરમાં આયુર્વેદ શાખા, અમરેલી દ્વારા થતી કામગીરીને બિરદાવી હતી.