આગામી તા.૧૦ મે શુક્રવારના રોજ અખાત્રીજના શુભ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ હોય તો એ નિમિત્તે સાવરકુંડલામાં પરશુરામ સેના આયોજિત પરશુરામ ભગવાન પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી થશે. સાંજે ૫ઃ૦૦ વાગ્યે પૂજા થશે. ૫ઃ૩૦ કલાકે શોભાયાત્રા નીકળશે અને રાત્રે ૮ઃ૦૦ કલાકે બ્રહ્મચોર્યાશીનું આયોજન કરેલ છે. જેમનું સ્થળ કબીર ટેકરી સાવરકુંડલા રાખેલ છે.