સાવરકુંડલા શ્રી કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ – બહેનોએ જિલ્લા કક્ષાએ યોજાયેલ યુવા ઉત્સવમાં ભાગ લીધો હતો. જેમાં ધોરણ-૧૧ કોમર્સમાં ભણતી વિદ્યાર્થિની જમોડ નિશાએ ભરતનાટયમ નૃત્યમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.