સાવરકુંડલા ડિવિઝનના IPS અધિકારી વલય વૈદ્યે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. તેમણે ફરાર આરોપીઓને પકડવા માટે એક વિશેષ ‘નાસતા ફરતા સ્કવોડ’ની રચના કરી છે. વિશેષ કામગીરી બદલ PSI આર.આર. ગળચર, જીગ્નેશભાઈ અમરેલીયા, મહેશભાઈ મહેરા, મિતેષભાઈ વાળા અને જયપાલસિંહ ગોહિલ સહિતના પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા છે.